અંકલેશ્વર GIDCના કેડિલા ફાર્માસ્યુટીક્લ કંપનીમાં એક ઈસમ પાંચ મોબાઈલ સાથે ફરજ પર આવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા પોલીસને સોંપવામાં આવતા મોબાઈલ ચોરીના હોવાનું બહાર આવ્યું હતું. અંકલેશ્વર GIDCમાં આવેલ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતો કામદાર દિપકકુમાર જગનારાયણ રાજપૂત રહેવાસી લક્ષમણ નગર સારંગપુર અંકલેશ્વર મૂળ રહેવાસી બિહારનો કંપનીમાં પાંચ મોબાઈલ લઇ ફરજ પર આવ્યો હતો. જેથી ફરજ પરના સિક્યુરિટી ગાર્ડને શંકા જતા GIDC પોલીસ મથકનો સંપર્ક સાધી પોલીસના હવાલે કર્યો હતો.GIDC પોલીસ દ્વારા મોબાઈલ અંગે પૂછતાં યોગ્ય ઉત્તર નહિ મળતા પોલીસે મોબાઈલ પુષ્ટિ કરાવતા તમામ મોબાઈલ ચોરીના હોવાનું ફલિત થયું હતુ. જેથી GIDC પોલીસે આરોપીની અટકાયત કરી પાંચ મોબાઈલ કેવી રીતે અને ક્યાંથી લાવ્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર: ચોરીના 5 મોબાઈલ સાથે યુવાન ઝડપાયો,પોલીસે શરૂ કરી તપાસ
કામદાર પાંચ મોબાઈલ લઇ ફરજ પર આવ્યો હતો. જેથી ફરજ પરના સિક્યુરિટી ગાર્ડને શંકા જતા GIDC પોલીસ મથકનો સંપર્ક સાધી પોલીસના હવાલે કર્યો
