• અંકલેશ્વરમાં રાજકીય ક્ષેત્રે ગરમાવો

  • ચૂંટણીને લઈ ફોર્મ ભરવા ધમધમાટ

  • આજે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ભર્યા ફોર્મ

  • આવતીકાલે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ઉમટશે

  • આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ આજરોજ ઉમેદવારી પત્રો ભર્યા હતા. અંકલેશ્વર ખાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો કાલે અંતિમ દિવસ હોવાને કારણે આજે તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.
નગરપાલિકાની ચૂંટણી માટે ખાસ કરીને આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા હતા. ઉમેદવારો દ્વારા જીતના દાવા પણ કરવામાં આવ્યા હતા બીજી તરફ, મુખ્ય રાજકીય પક્ષો જેમ કે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આવતીકાલે મોટી સંખ્યામાં ફોર્મ ભરવા પહોંચશે.