• કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રજુઆત

  • મામલતદાર દ્વારા રજુઆત કરાય

  • સરની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ

  • ખોટી રીતે નામ કાઢી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ

  • કોર્ટમાં પી.આઈ.એલ દાખલ કરવાની ચીમકી

મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરિતીના આક્ષેપ સાથે અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે અંકલેશ્વર શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને લેખિત રજુઆત કરવામાં આવી હતી.કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ જાહેર થયા બાદ નામ ઉમેરવા કે કાપવાની પ્રક્રિયામાં કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. મતદાર યાદીમાં પહેલેથી નામ હોવા છતાં આધાર વિના વાંધા દાખલ કરી નામ કાપવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે મતદારનું નામ કાપવા પહેલાં યોગ્ય નોટિસ, પુરાવા અને સુનાવણી ફરજિયાત છે. આ પ્રક્રિયા વિના કોઈપણ મતદારનું નામ કાપવું ગેરકાયદેસર છે.આ બાબતે જરૂર જણાય હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પી.આઈ.એલ દાખલ કરવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે