અંકલેશ્વર : આમલાખાડી પુલ ઉપર રોંગ સાઈડથી આવતી કારના ચાલકે સર્જ્યો ત્રિપલ અકસ્માત, ઘટના બાદ સર્જાયો ટ્રાફિકજામ

New Update
અંકલેશ્વર : આમલાખાડી પુલ ઉપર રોંગ સાઈડથી આવતી કારના ચાલકે સર્જ્યો ત્રિપલ અકસ્માત, ઘટના બાદ સર્જાયો ટ્રાફિકજામ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ આમલાખાડી પુલ ઉપર 3થી વધુ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બાદ માર્ગ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરની મધ્યમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલ આમલાખાડી પુલ ઉપર 3 જેટલી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સેન્ટ્રો કારના ચાલકે રોંગ સાઈડ પોતાની કાર ચલાવતા સામેથી આવતી કારનો અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટના બાદ ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાવા પામી હતી. નેશનલ હાઇવે નંબર 48 ઉપર અંકલેશ્વરથી પાનોલી જવાના માર્ગ ઉપર રોંગ સાઈડ ઘણી વાર વાહનો જોવા મળે છે.

જોકે, અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક પોલીસ લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરે છે. પરંતુ આવી ઘટનાઓમાં ટ્રાફિક પોલીસનું યોગદાન જોવા મળતું નથી. ઉપરાંત રોંગ સાઈડ ચલાવતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. જોકે, આ અકસ્માતની ઘટના બાદ પોલીસ મથકે કોઈપણ જાતની ફરીયાદ નોંધાવા પામી નથી.

Latest Stories