-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
જીઆઇડીસીમાં આયોજન કરાયું
-
આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજન
-
અનસંગ હીરોઝનું સન્માન કરાયુ
-
આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર: આર્ટ ઓફ લિવિંગ દ્વારા અનસંગ એવરીડે હીરોનો સન્માન સમારોહ યોજાયો
આર્ટ ઓફ લિવિંગ દ્વારા અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજમાં નિઃસ્વાર્થ સેવા આપતા ગ્રાસરૂટ્સ ચેન્જમેકર્સને સન્માનિત કરવા આવ્યા ભરૂચ | સમાચાર
અંકલેશ્વર જીઆઇડીસીમાં પ્લેટિનમ પ્લાઝામાં શ્રી જ્ઞાનમંદિર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજમાં નિઃસ્વાર્થ સેવા આપતા ગ્રાસરૂટ્સ ચેન્જમેકર્સને સન્માનિત કરવા આવ્યા હતા.
શ્રી શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ, આર્ટ ઓફ લિવિંગ અંકલેશ્વર દ્વારા જીઆઇડીસીમાં પ્લેટિનમ પ્લાઝામાં આવેલ શ્રી જ્ઞાન મંદિર ખાતે સમાજમાં નિઃસ્વાર્થ સેવા આપતા ગ્રાસરૂટ્સ ચેન્જમેકર્સને સન્માનિત કરવા માટે આ વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેઓ પોતાના કાર્ય દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે. એવા યુવા નેતાઓ, ખેલાડીઓ અને બિઝનેસ ક્ષેત્રના વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસગે આર્ટ ઓફ લિવિંગ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
