/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/03120902/WhatsApp-Image-2021-06-03-at-11.47.17-AM-1-1.jpeg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા આજરોજ વર્લ્ડ બાઇસિકલ ડે નિમિત્તે સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અંકલેશ્વરના સાયકલ વીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કોરોના કાળમાં ભરૂચ જિલ્લા સહિત વિશ્વમાં મનાવવામાં આવતા તમામ ડે અને ભારત દેશના તહેવારોને કોરોનાનું મોટું ગ્રહણ લાગ્યું છે. તેવામાં આજના દિવસે વર્લ્ડ બાઇસિકલ ડે નિમિત્તે અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા બાઇસિકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બાઇસિકલ રાઈડ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગટ્ટુ વિદ્યાલય નજીક ચોકડીથી વાલિયા ચોકડી થઈ ભરૂચિ નાકા, દિવા રોડ, તપોવન આશ્રમ થઈ ગોલ્ડન બ્રિજ, બોરભાઠા, અંદાડા ગામ, જુના કાંસીયા ગામ થઇ પ્રસ્થાન સ્થળે પરત ફરી હતી.
બાઇસિકલ રાઈડના આયોજનમાં મોટી સંખ્યામાં અંકલેશ્વર સાઇકલ વીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.