અંકલેશ્વર ખાતે યોજાઇ ભરૂચ લોકસભા પ્રભારી ટીમ દ્વારા કાર્યકર્તાઓની સમિક્ષા બેઠક

New Update
અંકલેશ્વર ખાતે યોજાઇ ભરૂચ લોકસભા પ્રભારી ટીમ દ્વારા કાર્યકર્તાઓની સમિક્ષા બેઠક

૨૦૧૯ની ચુંટણીને અનુલક્ષી યોજાયેલ બેઠકમાં કાર્યકરો સાતેહ કરાઇ વિવિધ મુદ્દે ચર્ચા

આગામી લોકસભા ૨૦૧૯ની ચુંટણીને અનુલક્ષીને કાર્યકર્તાઓને કઈ રીતે બુથ સુધી કાર્ય કરવું અને સરકારની વિવિધ યોજનાઓ કેવી રીતે પ્રજા સુધી પહોંચાડવી તે અંગે એક વર્કશોપ- સમીક્ષા બેઠક ભાજપા દ્વારા યોજાઇ હતી.

આ સમીક્ષા બેઠકમાં સવારે અંકલેશ્વર નગર અને અંકલેશ્વર હાંસોટ તથા અંકલેશ્વર તાલુકો અને અંકલેશ્વર જીઆઇડીસી એમ તબક્કા વાર બેઠક યોજવામાં આવી હતી.

ભારતિય જનતા પાર્ટી દ્વારા યોજાયેલ ભરૂચ લોકસભા પ્રભારી ટીમની બેઠકમાં પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સંગઠનના પ્રભારી રાજુભાઇ પાઠક, પ્રભારી અને સુરતના પૂર્વ ધારાસભ્ય પ્રફૂલ્લભાઇ પાનસેરીયા, સુરતના અને ભરૂચ જિલ્લાના પ્રભારી નેન્સીબેન શાહ,જિલ્લા પ્રમુખ યોગેશ પટેલે કાર્યકર્તાઓએ કરેલ આત્યાર સુધીની કામગીરીની સમીક્ષા કરી અને વિવિધ મુદ્દે કાર્યકર્તાઓ સાથે ચર્ચાઓ કરી હતી. આ બેઠકમાં કાર્યકર્તાઓને આગામી ચૂંટણીમાં કેવી રીતે કામગીરી કરવી તે અંગે માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

Latest Stories