અંકલેશ્વર: 3 પોલીસ મથકમાં ઝડપાયેલ રૂપિયા 60 લાખથી વધુની કિમતના વિદેશી દારૂ પર બુલ્ડોઝર ફેરવાયું

New Update
અંકલેશ્વર: 3 પોલીસ મથકમાં ઝડપાયેલ રૂપિયા 60 લાખથી વધુની કિમતના વિદેશી દારૂ પર બુલ્ડોઝર ફેરવાયું

અંકલેશ્વર ડિવિઝનના 3 પોલીસ મથકમાં ઝડપાયેલ રૂપિયા 60 લાખથી વધુની કિમતના વિદેશી દારૂનો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો

ગુજરાતમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે ત્યારે પોલીસ દ્વારા વર્ષ દરમ્યાન મોટાપાયે વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવે છે. અંકલેશ્વર ડિવિઝનમાં આવતા 3 પોલીસ મથકમાં ઝડપાયેલ લાખો રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ડિવિઝનના અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ઝડપાયેલ રૂપિયા 49 લાખ, ગ્રામ્ય પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલ રૂપિયા 9.67 લાખ અને જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલ રૂપિયા 2.3 લાખની કિમતના વિદેશી દારૂનો નાશ કારમાં આવ્યો હતો. હાંસોટ રોડ પર આવેલ કડકીયા કોલેજ નજીકની ખુલ્લી જ્ગ્યામાં પ્રાંત અધિકારી રમેશ ભાગોરા અને વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી હતી. વિદેશી દારૂની 40 હજારથી વધુ બોટલ પર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું

Latest Stories