અંકલેશ્વર : 18 દિવસ માટે શહેરી વિસ્તારમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કરફયુ

New Update
અંકલેશ્વર : 18 દિવસ માટે શહેરી વિસ્તારમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કરફયુ

રાજયમાં કોરોના સંદર્ભમાં હાઇકોર્ટમાં થયેલી સુઓમોટોમાં મુખ્ય ન્યાયાધીશે ભરૂચ જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુ પામતાં લોકોની સંખ્યા અંગે ચિંતા વ્યકત કરી હતી. ભરૂચ જિલ્લામાં વધી રહેલાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખી ભરૂચ બાદ હવે અંકલેશ્વરમાં પણ રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફયુની જાહેરાત કરવામાં આવી છે.

આવતીકાલે મંગળવાર તારીખ 13મી એપ્રિલના રોજથી 30મી એપ્રિલ સુધી કરફયુની અમલવારી કરાવવામાં આવશે. ગત રવિવારના રોજ ભરૂચ સહિતના 20 શહેરોમાં રાત્રિ કરફયુની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ 20 શહેરો ઉપરાંત અંકલેશ્વરમાં પણ રાત્રિ કરફયુ અમલમાં આવ્યો છે. અંકલેશ્વર પાલિકા પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સર્વસંમતિથી રાત્રિ કરફયુ અંગે નિર્ણય લેવાયો હતો.

ભરૂચ જિલ્લામાં રોજા સરેરાશ 20 કરતાં વધારે કોરોનાના કેસ સામે આવી રહયાં છે અને ત્રણ દિવસમાં 100 કરતાં વધારે મૃતદેહોના સ્પેશિયલ કોવીડ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. કોરોના વાયરસના વધી રહેલાં સંક્રમણને ધ્યાને રહેતાં હવે ભરૂચ અને અંકલેશ્વર એમ બંને શહેરોમાં રાત્રી કરફયુ લાદી દેવાયો છે.

Latest Stories