અંકલેશ્વરની વાલિયા ચોકડીથી ગડખોલ પાટિયા તરફ સ્વીફ્ટ ફોર વહીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ ત્રણ ઈસમો જઈ રહ્યા છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ અંકલેશ્વર એલસીબી ઓફિસ સામે વોચ ગોઠવી હતી.અને બાતમી વાળી કારને અટકાવી તેમાં રહેલ વિદેશી દારૂની 6 નંગ બોટલ અને કાર મળી કુલ 3.01 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ભડકોદ્રા ગામની વૃંદાવન સોસાયટીમાં રહેતો યુગ અજયસિંગ,અશ્વિન રમેશ વસાવા અને સંદીપ ભરત વસાવાને ઝડપી પાડ્યો હતો.