/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/27161925/maxresdefault-387.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે દાંડી યાત્રા આવી પહોંચી હતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ થયેલ દાંડી યાત્રામાં કેરલના રાજયપાલ આરીફ મોહમ્મદ ખાન જોડાયા હતા. આ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવણી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 12મી માર્ચના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ત્યારે યાત્રા દાંડી રૂટ પર ફરી આજરોજ અંકલેશ્વર તાલુકામાં આવી પહોંચી હતી. અંકલેશ્વર શહેર થઈને સજોદ ગામ પહોંચી હતી. યાત્રિકોનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ખાસ કેરલના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન આ યાત્રામાં જોડાયા હતા. આ સહિત જિલ્લા કલેક્ટર ડો. એમ. ડી. મોડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરત પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રિકોનું સ્વાગત કર્યું હતું. આ યાત્રા આજે દિગસ ગામ થઈ સુરત જિલ્લાના માંગરોળ પહોંચશે જ્યાં રાજ્યના મંત્રી ગણપત વસાવા સંબોધન કરશે.