અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ ખાતે અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ખાદ્ય ચીજવસ્તુઓ પર જી.એસ.ટી. લગાવતા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.આ વિરોધ પ્રદર્શન કરી રહેલ 10થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ પર જી.એસ.ટીનો તોતિંગ વધારો થતા મોંઘવારીનો માર સહન કરતી પ્રજાના માથે મોંઘવારીનો વધુ ભાર થોપી દેવામાં આવતા વેપારીઓ સાથે પ્રજામાં પણ રોષ જોવા મળી રહ્યો છે મોંઘવારીમાં લોકોના બેહાલ થઇ ગયા છે ત્યારેજી.એસ.ટીનો વધારો પરતા ખેંચવાની માંગ સાથે અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ ખાતે યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા,મગન પટેલ સહિતના આગેવાનો બેનરો સાથે રસ્તા પર ઉતરી પડ્યા હતા અને મોંઘવારી તેમજ ખાદ્ય ચીજવસ્તુઓ પર જી.એસ.ટી.લગાવવા સામે વિરોધ પ્રદર્શન યોજી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ખાદ્ય ચીજવસ્તુઓ પર લગાવેલ જી.એસ.ટી પરત લેવા માંગ કરી હતી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ કિન્નાખોરી અને મોંઘવારીને અંકુશમાં લેવા કોઈ પગલા નહિ લેવામાં આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170