/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/23190206/maxresdefault-309.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસીની ડેનોફાર્મ કેમિકલ કંપનીમાં ભારતીય જનતા મજદૂર સંઘના નામે રૂપિયાની માંગણી કરતા બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઇડીસીની ડેનોફાર્મ કેમિકલ કંપનીમાં ભારતીય જનતા મજદૂર સંઘના નામે રૂપિયાની માંગણી કરતા 2 ઈસમો વિરુદ્ધ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. કંપનીના મેનેજર પાસેથી રૂ. 2 લાખની કરી હતી માગણી કરી હતી. કામદારો સેફટી નથી આપતા સહીત મુદ્દે પ્રોડક્શન મેનેજર જોડે માથાકૂટ કર્યા બાદ પતાવટની વાત કરતા જ અંતે કંપની માલિક અને ડાયરેક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જીઆઇડીસી પોલીસે 2 ઇસમોની કરી ધરપકડ કરી વધુ પૂછપરછ આરંભી હતી.
અંકલેશ્વર જીઆઇડીસી ના પ્લોટ નંબર સી/ 1-7131,7132 અને 7133 પર આવેલ ડેનોફાર્મ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં શક્કરપોર ભાઠાના રહીશ વિવેક આહીર અને ભરૂચની સર્વેશ્વર સોસાયટી ખાતે રહેતા સુનિલ પટેલ આવ્યા હતા. જ્યાં ગાર્ડને પોતે ભારતીય જનતા મજદૂર સંઘમાંથી આવ્યા હોવાનું જણાવી કંપનીમાં સેફટી સહીતના સાધનો આપવામાં આવતા ન હોવાની ફરિયાદ આવી છે. તેમ જણાવી કંપનીના પ્રોડક્શન મેનેજર બ્રહ્માનંદ ઉપાધ્યાય સાથે વાતચિત કરી ઓફિસમાં બેસવાની વાત કરી હતી. તેમની જોડે કામદાર પોલિસી સહીત અનેક ઈશ્યુ પર ચર્ચા કરી હતી, ત્યારબાદ અન્ય ફોલ્ટ શોધવા અને કંપનીની વિઝીટ ન થાય તે માટે 2 લાખ રૂપિયાની માગણી કરી હતી. પ્રોડક્શન મેનેજર બ્રહ્માનંદ ઉપાધ્યાય પોતાની પાસે નાણાકીય ઓથોરિટી ન હોવાનું જણાવી, આ અંગે કંપનીના માલિક અને ડાયરેક્ટર જયંત વ્યાસ સાથે વાત કરવી પડશે તેમ જણાવ્યુ હતું. જોકે ફોન પર વાત કરતા તેમના દ્વારા કંપની પર પોલીસ ટીમ મોકલી આપતા બન્ને ઈસમો પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તેઓએ એપોઇમેન્ટ લેટર બતાવ્યો હતો. કંપની વિઝીટ માટે જરૂરી સક્ષમ અધિકારીનો પરવાનો માંગતા તેવો અસમર્થતા દાખવી હતી. જે આધારે બન્ને ઈસમો વિરુદ્ધ જીઆઇડીસી પોલીસ મથકે પ્રોડક્શન મેનેજર બ્રહ્માનંદ ઉપાધ્યાયે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને ઈસમો વિરુદ્ધ રૂપિયાની માંગણી સહીત અન્ય મુદ્દે ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી.