New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/WhatsApp-Image-2018-08-30-at-10.42.38-AM.jpeg)
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ફાળવાયેલ પાંચ વાહનોનું લોકાર્પણ કરાયું.
સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શહેરને સ્વચ્છ બનાવવાના કામ અર્થે ઉપયોગમાં લેવાતા પાલિકાઓ દ્વારા શરૂ કરાયેલા અભિયાનને વેગ આપવાના હેતુસર અંકલેશ્વર નગર પાલિકા ખાતે સરકારે ફાળવેલ નવા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના પાંચ જેટલા વાહનોનું લોકાર્પણ તા.૩૦મીની સવારે કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલ,ઉપપ્રમુખ નિલેશભાઇ પટેલ અને કારોબારી સભ્ય સંદીપભાઇ પટેલ તેમજ શહેર પ્રમુખ નરેન્દ્રભાઇ પટેલ, ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સુરેશભાઇ પટેલ ઉપસ્થીત રહ્યા હતા.
ઉપસ્થીત મહાનુભવોએ શ્રીફળ વધેરી નવા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના પાંચ વાહનોને શેરમાં અલગ-અલગ વિસ્તારો માટે ફાળવી શહેર સ્વચ્છ બને તેવી કામના કરી કરી હતી.
Latest Stories