• અંકલેશ્વરની પાનોલી પોલીસની કાર્યવાહી

  • પાનોલી જીઆઈડીસીમાં પાડ્યા દરોડા

  • પ્રશાંત એગ્રીક કંપનીમાં દરોડા

  • કંપનીમાંથી ડુપ્લીકેટ દવા ઝડપાય

  • રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વરના પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રશાંત એગ્રીક સર્વિસ નામના કારખાનામાંથી ડુપ્લીકેટ ખેતીવાડીની દવાઓ ઝડપાઇ હતી.પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રશાંત એગ્રીક સર્વિસ નામના કારખાનામાં યુપીએલ કંપનીની ડુપ્લીકેટ ખેતીવાડીની દવાઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે.જેવી માહિતી વળતા ઇન્વેસ્ટિગેશન ઓફિસર આશિષ મહેશ જાંગડા અને  સહાયક ઇન્વેસ્ટિગેશન ઓફિસ કુલદીપ કુશવાહા સહિતની ટીમે પાનોલી પોલીસને સાથે રાખી બાતમી વાળી કંપનીમાં તપાસ કરી હતી. તે દરમિયાન કંપનીમાંથી યુપીએલ કંપનીના કન્ટેન વાળી દવાઓ મળી 4 લાખથી વધુના મુદ્દામાલ મળી આવ્યો હતો.પોલીસે પ્રોડક્શન મેનેજર ધર્મેશ અરવિંદ હિરપરા સહિત મૂળ માલિકો વિરુદ્ધ ડુપ્લીકેટ ખેતીવાડીની દવાઓના વેચાણ અને કોપીરાઇટ એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.