• અંકલેશ્વરમાં ચૂંટણીનો માહોલ

  • ડે.સી.એમ.હર્ષ સંઘવીનો અલગ અંદાજ

  • વ્યસ્ત કાર્યક્રમ પૂર્ણ કરી પહોંચ્યા નાસ્તો કરવા

  • પ્રખ્યાત ગોલ્ડન ભેળનો માણ્યો આનંદ

  • આગેવાનો સાથે કરી ઇલેક્સન પે ચર્ચા

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઐતિહાસિક ગોલ્ડનબ્રિજની અંકલેશ્વર તરફ પ્રખ્યાત ગોલ્ડન ભેળના સ્વાદનો  આનંદ માણી નાસ્તાની લારી પર જ ઇલેક્સન અંગે આગેવાનો સાથે ચર્ચા કરી હતી. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનો અનોખો અંદાજ અંકલેશ્વરમાં જોવા મળ્યો હતો, જ્યાં તેમણે પરંપરાગત એસી કેબિન અથવા કાર્યાલયને બદલે નાસ્તાની રેંકડી પર કાર્યકરો સાથે બેઠક યોજી હતી.
ઐતિહાસિક આગોલ્ડનબ્રિજ અંકલેશ્વર તરફ પ્રખ્યાત ગોલ્ડન ભેળનો સ્વાદ ચાખ્યો હતો. રેંકડી પર પહોંચેલા હર્ષ સંઘવીએ સામાન્ય નાગરિકની જેમ નાસ્તો માણ્યો અને સાથે સાથે કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે સિક્યુરિટી પ્રોટોકોલની ખાસ પરવા કર્યા વગર સીધો જ લોકો વચ્ચે જઈને ઇલેક્શન સંબંધિત અપડેટ્સ મેળવ્યા હતા.
આ બેઠકમાં ભાજપના આગેવાન મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ મહામંત્રી પરેશ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તમામ સાથે સ્થાનિક રાજકીય પરિસ્થિતિ અને ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. હર્ષ સંઘવીનો આ સરળ અને જમીન સાથે જોડાયેલો અંદાજ લોકો અને કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.