અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં તંત્ર દ્વારા રસ્તે રખડતા પશુઓને પકડવા કરવામાં આવેલી કામગીરી બાદ આખલા યુદ્ધના દ્રશ્યો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો
અંક્લેશ્વર: GIDCની જલધારા ચોકડી નજીક ત્રણ આખલાઓ વચ્ચે યુદ્ધ, ગત સપ્તાહમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલ કામગીરી માત્ર કાગળ પર !
અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા રસ્તે રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે બાદ ફરી એકવાર રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારોમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા રસ્તે રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે બાદ ફરી એકવાર રસ્તે રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે.અંકલેશ્વર જીઆઇડીસીની જલધારા ચોકડી નજીક ત્રણ આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ હતું.
આકલાઓ વચ્ચે યુદ્ધ જામતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.જો કે આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ તંત્ર દ્વારા રસ્તે રખડતા પશુઓનક ત્રાસ દૂર કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ હજુ પણ આતંક યથાવત છે ત્યારે કામગીરી કેટલા અંશે સફળ રહી તેના પર અનેક પ્રશ્નાર્થ છે
