જેસીઆઈ અંકલેશ્વર દ્વારા સરદાર પટેલ સમાજ વાડી ખાતે પ્રાથમીક ફર્સ્ટએઈડ અને સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સરદાર પટેલ સમાજની વાડી ખાતે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા પ્રાથમીક ફર્સ્ટએઈડ અને સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ૩૦૦ થી વધારે જીઆરડી જવાનો અને પોલીસકર્મીઓએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં રૂરલ પોલીસ મથકના પી.આઈ.કે. જે. સિસોદીયા,જેસીઆઈ પ્રમુખ તેજસ પંચાલ ,જેસીઆઈ વીક ચેરમેન વલકેશ પટેલ,પાસ્ટ પ્રેસિડેન્ટ ચિરાગ શાહ , પ્રોજેક્ટ  કોઓર્ડિનેટર ચિરાગ ધામેલિયા તેમજ નીતિશકુમાર ,પંકજ સુતરિયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.