અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા ચોથા લાપસી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જીઆઇડીસીમાં સરદાર ભવન ખાતે યોજાયેલ લાપસી મહોત્સવ માંકાગવડ ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ સરદાર ભવન ખાતે ખોડલધામ સમિતિ દ્વારા લાપસી મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે કોરોના મહામારી ના કારણે લાપસી મહોત્સવ મોકૂફ રાખવા માં આવ્યો હતો ત્યારે અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા ચોથા લાપસી મહોત્સવ નું જીઆઇડીસી માં આવેલ સરદાર ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્ય 21 કુંડી મહાયજ્ઞ ,અને મહિલા સમિતિ દ્વારા 108 રાંદલ માઁ ના કળશ ની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી આ લાપસી મહોત્સવ પ્રસંગે કાગવડ ખોડલધામ ના ચેરમેન નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પાટીદાર સમાજ અને ખોડલધામ સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને નરેશભાઈ પટેલે માઁ ખોડલ ના દર્શન કરી પૂજા અર્ચના માં ભાગ લીધો હતો

નરેશભાઈ પટેલે લેઉવા પાટીદાર સમાજ ને સંગઠીત કરવા તેમજ સમાજ ના યુવાનો ના સેવાકીય કાર્યો ને બિરદાવ્યા હતા તેમજ કોરોના કાળ માં ટિફિન સેવા યજ્ઞ શરુ કરી ઘરે ઘરે ટિફિન પહોંચાડનારા વોરિયર્સ યુવાનો નું નરેશ પટેલ ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું .તેમજ ભરૂચ જિલ્લા ના દરેક તાલુકા ના ખોડલધામ સાંતી ના કન્વીનરો નું સન્માન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર ખોડલધામ સમિતિ ના આ લાપસી મહોત્સવ માં ભક્તિ દ્વારા એકતા ની શક્તિ અને સમાજ સંગઠિત થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ,આ પ્રસંગે નરેશભાઈ પટેલે ધાર્મિક કાર્યકમ માં રાજકીય વાતો ન થયા તેવું જણાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ખોડલધામ ના કન્વીનરો અને તાલુકા ના કન્વીનરો અંકલેશ્વર ખોડલધામ સમિતિ ના હોદ્દેદારો સહીત લેઉવા પાટીદાર સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા