અંકલેશ્વર શહેરના વાલિયા ખાતે આજરોજ પારૂલ સેવાશ્રમના સહયોગથી સવારથી વિવિધ રોગના નિદાન માટે મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આજરોજ પારૂલ સેવાશ્રમ સુપર સ્પેશિયલીટી હોસ્પિટલ, વાઘોડિયાના સહયોગથી નિરામય ગુજરત અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર વાલીયા ખાતે સવારે ૯.૦૦ થી બોપરે ૨.૦૦ વાગ્યાં સુધી મફત મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટય કરી કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો.
જેમાં ફિજીશિયન વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, આંખ વિભાગ,ચામડીના રોગોનો વિભાગ,ટી. બી. ચેસ્ટ વિભાગ, સર્જરી વિભાગ, બાળ રોગ વિભાગ અને કાન નાક, તમામ વિભાગની સુવિધા ઉપલબ્ધ હતી .જેમાં કુલ 638 પેશન્ટોએ લાભ લીધો હતો.પારૂલ સેવાશ્રમ સુપર સ્પેશિયલીટી હોસ્પિટલના 8 સ્પેશિયલીટી ડોક્ટર્સ, માર્કેટિંગ મેનેજર નીતિન શર્મા અને ભરૂચ જિલ્લાના પબ્લિક રીલેશન ઓફિસર પંકજ પાટણવાડીયા, વાલીયાના તાલુકા હેલ્થ ઓફિસર અમરેન્દ્રસિંગ અને તમામ મેડીકલ ઓફીસર, વાલિયા તાલુકાના પ્રમુખ સેવન્તુભાઈ કે. વસાવા, સંગઠન પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ, આદિજાતિ મોર્ચાના પ્રદેશ મંત્રી શાંતિલાલ વસાવા, કિરણભાઇ વસાવા અને તમામ અતિથીગણ ઉપસ્થિત રહ્યાં હતા.
