અંકલેશ્વર : GIDC વિસ્તારમાં લઘુ ઉદ્યોગ ભારતી-સંઘના કાર્યાલયનું વૃક્ષારોપણ સાથે કરાયું ઉદ્દઘાટન

New Update
અંકલેશ્વર : GIDC વિસ્તારમાં લઘુ ઉદ્યોગ ભારતી-સંઘના કાર્યાલયનું વૃક્ષારોપણ સાથે કરાયું ઉદ્દઘાટન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ 500 ક્વાટર્સ સ્થિત સરસ્વતી વિદ્યા મંદિર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી અને સંઘના કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ 500 ક્વાટર્સ સ્થિત સરસ્વતી વિદ્યા મંદિર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી અને સંઘના કાર્યાલયનું ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જે બાદ કાર્યાલયના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

અંકલેશ્વર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી અને સંઘના કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, અખિલ ભારતીય લઘુ ઉદ્યોગના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ, રામકુંડના મહંત સ્વામી ગંગાદાસ બાપુ તેમજ સંઘના નાથુ દોરીક સહિત AIAના પ્રમુખ રમેશ ગાબાણી તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories