New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/23143932/Untitled-design-1.jpg)
LCB પોલીસે રૂ. 2.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભરૂચ LCB પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીની કેમાતુર ચોકડી નજીક આવેલ વિશ્વાસ ફાઇબ્રો ટેક ઇન્ડસ્ટ્રીઝ ઇક્વીપમેન્ટની ઓફિસમાં જુગાર રમતા 3 જુગારીયાઓને રૂપિયા 2.66 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસીની કેમાતુર ચોકડી નજીક વિશ્વાસ ફાઇબ્રો ટેક ઇન્ડસ્ટ્રીઝ ઇક્વીપમેન્ટની ઓફિસમાં મોટાપાયે જુગારધામ ચાલતો હોવાની બાતમીના આધારે ભરૂચ LCB પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂપિયા 18 હજાર, 3 મોબાઈલ ફોન સહિત 2 વાહનો મળી કુલ રૂપિયા 2.66 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે કોસમડી ગામ નજીક આવેલ મિરા માધવ સોસાયટીમાં રહેતા મુખ્ય સૂત્રધાર પરેશ પરમાર, પ્રણય પટેલ અને રમેશ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories