અંકલેશ્વર: જીઆઇડીસીના ખાતામાંથી ડુપ્લીકેટ ચેકની મદદથી રૂ. 74 લાખની ઉચાપત, પોલીસ ફરિયાદ નોંધાય

New Update
અંકલેશ્વર: જીઆઇડીસીના ખાતામાંથી ડુપ્લીકેટ ચેકની મદદથી રૂ. 74 લાખની ઉચાપત, પોલીસ ફરિયાદ નોંધાય

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ના ખાતામાંથી ડુપ્લિકેટ ચેક આપી નાણાની ઉચાપત થઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દાહોદની પી.ગોલ્ડ કંપની દ્વારા આ ચેક મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. દ્વારા વિવિધ જમીનો સંપાદિત કરી તેના ચેક ઇશ્યૂ કરવામાં આવે છે અને તે નાણાં બેન્ક ઓફ બરોડા નર્મદા નગરી શાખામાંથી આપવામાં આવે છે ગત તા. 1 મે ના રોજ આ શાખામાં બે ચેક ક્લીયરિંગ માટે આવ્યા હતા. આ બંને ચેકની રકમ 74 લાખ જેટલી થવા જાય છે આ બંને ચેક ઉપર સહીમાં થોડો ફેરફાર લાગતાં બ્રાન્ચ મેનેજરે જી.આઈ.ડી.સી. ના એકાઉન્ટ વિભાગનો સંપર્ક કર્યો હતો.

જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બંને ચેક ડુપ્લિકેટ ચેક છે. ડુપ્લિકેટ ચેક ઉપર ડુપ્લિકેટ સહી કરી રૂ. 74 લાખની ઉચાપત થઇ હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન દાહોદની પી.ગોલ્ડ નામની કંપની દ્વારા આ ચેક નાખવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં જ બનાવ અંગે જી.આઈ.ડી.સી.ના રિજિયોનલ મેનેજર ધવલ વસાવા દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Latest Stories