અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની કાર્યવાહી

પેટ્રોલિંગ દરમ્યાન કાર્યવાહી હાથ ધરાય

2 ઇસમોની કરવામાં આવી અટકાયત

4 મોબાઈલ અને બાઈક કબ્જે કરાય

મુદ્દામાલ ચોરીનો હોવાનો અનુમાન

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ  દ્વારા ફ્રિકોમ ચોકડી પાસેથી બે શખ્સોને ચાર મોબાઇલ ફોન અને એક મોટરસાઇકલ સહિત કુલ રૂ. ૧.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ફ્રિકોમ ચોકડી, અંકલેશ્વર ખાતેથી બે શખ્સોને અટકાયત કરવામાં આવી હતી. જેમાં મોહમદ મુસ્તુફા તસ્લીમ શેખ (ઉં.વ. ૨૪) અને મોહમદ નિશાર ઉર્ફે સોનુ તસ્લીમ શેખ (ઉં.વ. ૨૨), બંને રહે. રોયલ એવન્યુ, સાયણ, સુરતનો સમાવેશ થાય છે.

પોલીસે બંને શખ્સો પાસેથી ચાર મોબાઇલ ફોન કબજે કર્યા હતા.આ ચારેય મોબાઇલની કુલ કિંમત રૂ. ૯૦ હજાર આંકવામાં આવી છે. આ ઉપરાંત કાળા રંગની યામાહા FZ મોટરસાઇકલ, રજીસ્ટ્રેશન નંબર GJ-05-SQ-4178, જેની કિંમત રૂ. ૫૦ હજાર છે, તે પણ કબજે કરવામાં આવી હતી. પોલીસે કુલ રૂ. ૧.૪૦ લાખનો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૦૬ હેઠળ કબજે કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓ પાસેથી મોબાઈલ તેમજ બાઇક અંગે કોઈ આધારપુરાવા મળી આવ્યા ન હતા. આથી આ તમામ મુદ્દામાલ ચોરીનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.પોલીસ દ્વારા જણાવાયું છે કે, કબજે કરાયેલા મોબાઇલ ફોન અથવા મોટરસાઇકલ કોઈ અન્ય પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા હોય અથવા તપાસના કામે જરૂરી હોય તો સંબંધિત પોલીસ સ્ટેશન અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે.