અંકલેશ્વર GIDC પોલીસ દ્વારા જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સારંગપુર ગામના બાપુનગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં પત્તાં વડે હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા.
પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 11,100 અને પત્તાંનાં 52 પાનાં સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સારંગપુર ગામના બાપુનગરમાં પ્લોટ નંબર 161ની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો.પોલીસના દરોડા દરમિયાન પત્તાં વડે હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
તેમની અંગઝડતીમાંથી રૂ. 7,800 અને જુગારના દાવ પરના રૂ. 3,300 મળી કુલ રૂ. 11,100 રોકડા તેમજ પત્તાંનાં 52 પાનાં કબજે કરવામાં આવ્યાં હતાં.પોલીસે ઝડપી પાડેલા શખ્સોમાં શૈલેષ ચતુર્વેદી (ઉંમર 46 વર્ષ), રાહુલકુમાર યાદવ (ઉંમર 30 વર્ષ) અને પરમેશ્વર પાંડે (ઉંમર 21 વર્ષ)નો સમાવેશ થાય છે. આ ત્રણેય હાલ અંકલેશ્વરના સારંગપુર ગામ વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
