અંકલેશ્વર : પતિ અને પત્ની બંને ગયા નોકરીએ, જુઓ પછી બંધ ઘરમાં શું થયું

અંકલેશ્વર :  પતિ અને પત્ની બંને ગયા નોકરીએ, જુઓ પછી બંધ ઘરમાં શું થયું
New Update

અંકલેશ્વર જીઆઇડીસીના હાર્ડસમા ગોલ્ડન પોઈન્ટ વિસ્તારમાં આવેલી શ્યામ સુંદર રેસિડેન્સીના બે મકાનોને તસ્કરો ધોળે દિવસે નિશાન બનાવી કરી 3.22 લાખની ચોરી કરી ફરાર થઇ ગયાં છે.

અંકલેશ્વર પંથકમાં દિવાળીના તહેવાર સમયે ચોરી લૂંટ સહિતની ઉપરાછાપરી ઘટનાઓ બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. બે દિવસ અગાઉ ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ આઈ. આઈ. એફ. એલ ગોલ્ડ લોન આપતી ફાઈનાન્સ કંપનીમાં થયેલા દિલધડક 3.29 કરોડની લૂંટ થઇ હતી. પોલીસ હજી સુધી લુંટારૂઓને શોધી શકી નથી તેવામાં બે મકાનોમાં ચોરીના બનાવ બન્યાં છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી શ્યામ સુંદર રેસિડેન્સીમાં રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા શ્રુતિ પટેલ તથા તેમના પતિ નોકરીએ ગયાં હતાં અને તેમના પાડોશનું મકાન પણ બંધ હતું. બપોરે 2 થી સાંજના છ વાગ્યા સુધીના ગાળામાં તસ્કરોએ બંને મકાનોના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો બંને મકાનોમાંથી રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.22 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં.

#Theft #Robbery #Ankleshwar News #Ankleshwar GIDC #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article