/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/21170101/maxresdefault-253.jpg)
દેશમાં વધી રહેલાં દુષ્કર્મના બનાવોમાં આરોપીઓને સજા થવામાં થતાં વિલંબથી લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે અંકલેશ્વરમાં એક પિતાએ પોતાની પાંચ વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ કરનારા નરાધમની હત્યા કરી નાંખી છે. પિતાએ કરેલું કૃત્ય ભલે ગુનાહિત હોય પણ પોતાની પુત્રીનું જીવન બરબાદ કરી નાખનારા નરાધમને પિતાએ આપેલી સજાને લોકો આવકારી રહયાં છે….
સાંપ્રત સમયમાં મોબાઇલ ફોન હાથવગું સાધન બની જતાં અશ્લિલતા પણ વધી છે. મોબઇલ ફોનમાં પોર્ન ફિલ્મો જોઇને યુવાવર્ગ હવે હવસખોર બની ચુકયો છે અને પોતાની હવસ સંતોષવા નાની બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવી રહયાં છે. અત્યાર સુધીમાં આવા અનેક કિસ્સાઓ સામે આવી ચુકયાં છે પણ અંકલેશ્વરમાં એક એવી ઘટના બની છે કે નરાધમો હવે બાળકીઓ પર નજર નાંખતા પહેલાં પણ સો વખત વિચાર કરશે.
અંકલેશ્વરના એક વિસ્તારમાં રહેતી 5 વર્ષીય બાળા ઉપર એક હવસખોરની નજર બગડી હતી. તેના મનમાં વાસનાનો કીડો સવાર થઇ જતાં તે પાંચ વર્ષની બાળકીને પટાવી ફોસલાવી શૌચાલયમાં લઇ ગયો હતો. જયાં તેણે માસુમ બાળકીની પીખી નાંખી હતી. ઘટનાની જાણ સગીરાના પિતાને થતાં તેણે આરોપી લાલુ રાજુ બિહારીને શોધી નાંખી તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. તેને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તેનું મોત થઇ ગયું હતું. આમ તો પિતાએ કરેલું કૃત્ય ગુનાહિત છે પણ પોતાની પુત્રીની જીંદગીને ખેદાન મેદાન કરી નાખનારા નરાધમને પિતાએ કાયદો હાથમાં લઇને પોતે જ સજા આપી દીધી હતી. પિતાના આ પગલાંને લોકો આવકારી રહયાં છે. અંકલેશ્વરનો આ કિસ્સો જોઇ હવે કોઇ પણ નરાધમ માસુમ બાળકીઓ પર નજર નાંખતા પહેલાં વિચારશે જરૂર. હાલ તો અંકલેશ્વર શહેર પોલીસે હત્યાર પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…