New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/25182019/maxresdefault-318.jpg)
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના દુઃખદ નિધનથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગોયાબજાર વેપારી સંગઠનોમાં પણ દુઃખની કાલીમા છવાઈ છે, ત્યારે તેમની અંતિમ વિદાયના પગલે વેપારી મંડળ દ્વારા એક દિવસનો શોક વ્યક્ત કરવામાં આવશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધનના પગલે અંકલેશ્વર વેપારી મંડળ દ્વારા ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. અહેમદ પટેલના માનમાં શ્રદ્ધાંજલિ આપવા માટે વેપારી મંડળે એક દિવસ પેઢીનું કામકાજ બંધ રાખવાનું જણાવ્યુ છે. જેમાં આવતીકાલે ગુરુવાર તા. 26ના રોજ અંકલેશ્વરના ગોયાબજારના અનાજ, તેલ, ખાંડ, ગોળ, ચાના હોલસેલ વેપારીઓ પેઢીનું કામકાજ બંધ રાખી અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવશે.
Latest Stories