દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે ઉપર અંકલેશ્વરના સરફુદ્દીન ગામ પાસે પોલીસ અને જીવદયા પ્રેમીઓએ ભેંસો ભરેલ કન્ટેનર સાથે બે ઇસમોને 11.15 લાખના મુદ્દામાલ સાથે પોલીસને હવાલે કર્યા હતા.
ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય અને તેઓની ટીમે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે ઉપર અંકલેશ્વરના સરફુદ્દીન ગામ પાસેથી બંધ બોડીના કન્ટેનરમાં ભેંસો લઈ જવાતા પશુઓ સાથે પાટણના સિધ્ધપુર ખાતે રહેતો ચાલક રિઝવાન અબ્દુલ જબબાર મલેક અને ક્લીનર મોહમ્મદ તાહિર જમીલ અહેમદ પઠાણને પકડી 20 જેટલી ભેંસોને મુક્ત કરાવી હતી અને પકડાયેલ બંને ઇસમોને અંકલેશ્વર તાલુકા પોલીસને હવાલે કર્યા હતા.પોલીસે 3 લાખના પશુઓ અને 8 લાખનું કન્ટેનર મળી કુલ 11.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ભેંસો ભરી આપનાર બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
