અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીનો બનાવ
પ્રદુષણના મુદ્દે વિરોધ
બાકરોલના ગ્રામજનો દ્વારા વિરોધ નોંધવાયો
ચીકદાસ કંપની સામે આક્ષેપ
જીપીસીબીની ટીમે તપાસ શરૂ કરી
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીને અડીને આવેલા બાકરોલ ગામના ગ્રામજનો દ્વારા પ્રદૂષણના મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો
અંકલેશ્વરની પાનોલી GIDCને અડીને આવેલા બાકરોલ ગામમાં પ્રદૂષણને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. ચીકદાસ એન્વાયરો પ્રોજેક્ટ કંપની દ્વારા વારંવાર પ્રદૂષિત ગેસ છોડવામાં આવતો હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગેસ છોડવામાં આવતા આસપાસના વિસ્તારમાં દુર્ગંધ સાથે ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે તેમજ ગ્રામજનોના સ્વાસ્થ્ય પર પણ પ્રતિકૂળ અસર થઈ રહી છે. વારંવારની આ સમસ્યાથી પરેશાન ગ્રામજનોએ કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો.ગ્રામજનોના વિરોધ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.ગ્રામજનોએ પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.
