/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/30173246/maxresdefault-259.jpg)
કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડત આપવા માટે અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવી રહી છે, ત્યારે દર્દીઓને પૂરતા પ્રમાણમાં રક્તની સેવા મળી રહે તે હેતુથી અંકલેશ્વર જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા અંકલેશ્વરની કુમાર ગાંધી બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારી વચ્ચે ભરૂચ જિલ્લામાં અનેક દર્દીઓ માટે રક્તની તાતી જરૂરિયાત વર્તાતી હોય છે, ત્યારે આવા દર્દીઓને રક્તની સેવા પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી ભાવનાથી અંકલેશ્વરની કુમાર ગાંધી બ્લડ બેન્ક ખાતે અંકલેશ્વર જૈન સોશ્યલ ગ્રુપ, અગ્નિ શસ્ત્ર ગ્રુપ તથા સંગિની ગ્રુપના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તો “રક્તદાન એ જ મહાદાન”ના ઉદ્દેશને સાર્થક કરવા રક્તદાન શિબિરમાં જૈન સોશ્યલ ગ્રુપ અને સંગિની સોશ્યલ ગૃપના મહિલા સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
જૈન સોશિયલ ગ્રુપ દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં ઉપસ્થિત અંકલેશ્વર ભાજપના અગ્રણી જનક શાહે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં લોકોને કોરોના વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જે વેક્સિન લીધા બાદ ૩૦ દિવસ સુધી કોઈપણ વ્યક્તિ રક્તદાન નથી કરી શકતું. જોકે વેક્સિન લેતા પહેલા જ લોકો રક્તદાન કરી માનવજીવનને બચાવવા માટે પોતાનું યોગદાન આપે તે ખૂબ સરાહનીય બાબત છે, ત્યારે રક્તદાન શિબિર દરમ્યાન જૈન સોશ્યલ ગૃપના પ્રમુખ મેહુલ શાહ, તેજસ શાહ અને કમિટીના સભ્યો સહિત સંગિની ગ્રુપના હેતલ શાહ તથા મહિલા સભ્યો વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.