ઈનરવીલ ક્લબ અંકલેશ્વર દ્વારા નિર્માણ બાલવાડી તથા શૈશવ સ્કૂલ ખાતે વિશેષ બાળકો સાથે જન્માષ્ટમી પર્વની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઈનવીક ક્લબના પ્રમુખ કિંઝલ શાહ, પાસ્ટ પ્રેસિડેન્ટ મોના શાહ તથા સભ્યો ફાલ્ગુનીબેન, કુસુમાબેન અને ચેતનાબેન ઉપસ્થિત રહ્યા હતા.ક્લબના સભ્યોએ બાળકો સાથે બાળક બનીને ગરબે રમી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. દરેક મનુષ્યમાં ભગવાનનો અંશ રહેલો છે તેવી ભાવના સાથે વિશેષ બાળકોને પોતાના પરિવારનો જ હિસ્સો માની તેમની સાથે તહેવારની ખુશીઓ વહેંચવામાં આવી હતી.આ પ્રસંગે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને  ક્લબ દ્વારા ન્યૂટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કીટમાં મખાણા, ખજૂર, ગોળ, કાજુ, કિસમિસ, મગફળી, કોપરું, શેકેલા ચણા સહિતની પૌષ્ટિક ખાદ્ય સામગ્રી આપવામાં આવી હતી.