ભરૂચના જંબુસર તાલુકાના ડોલિયા ગામ નજીક  કારને અકસ્માત નડ્યો હતો. કારચાલકે સ્ટિયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવતા કાર રોડની બાજુએ ખાબકી હતી.અકસ્મતમાં કાર રોડની બાજુએ ઉતરી જતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અકસ્માતની જાણ થતાં જ ડોલિયા ગામ સહિત આસપાસના વિસ્તારના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારમાં સવાર મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી હતી.જોકે, સદનસીબે આ અકસ્માતમાં કારમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. કોઈ મોટી જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી.