અંકલેશ્વરઃ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આવતી કાલે યોજાશે કેન્સર નિદાન કેમ્પ

New Update
અંકલેશ્વરઃ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આવતી કાલે યોજાશે કેન્સર નિદાન કેમ્પ

ગુરૂવારે બપોરે 1થી 3 કલાક દરમિયાન યોજાશે, વડોદરાના નિષ્ણાંત તબીબો આપશે સેવા

અંકલેશ્વરનાં વાલિયા રોડ ઉપર આવેલી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આવતી કાલે 30મીનાં રોજ ગુરૂવારે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ગુરૂવારે યોજાનારા કેન્સર નિદાન અને સારવાર કેમ્પમાં વડોદરાના નિષ્ણાંત ઓન્કોલોજીસ્ટ ડો. નિરજ ભટ્ટ, ડૉ. જીગર પટેલ તેમજ ઓન્કોસર્જન ડૉ. દીપાયન નંદી સહિતનાં તબીબો નિઃશુક્લ માર્ગદર્શન આપશે. બપોરે 1થી 3 કલાક દરમિયાન યોજાશે. આ કેમ્પનો લાભ લેવા જયાબેન મોદી હોસ્પિટલનાં સંચાલકો દ્વારા અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, હાલમાં જયાબેન મોદી હોસ્પિટલ ખાતે કેન્સર વોર્ડની પણ શરૂઆત કરવામાં આવી છે. અને ઓપરેશન થિએટર પણ ઊભું કરવામાં આવ્યું છે.

Latest Stories