અંકલેશ્વરમાં ઓક્સિજન કટોકટીને પહોંચી વળવા ઉધોગો હવે આગળ આવી રહ્યા છે. 15 દિવસ પૂર્વે યુપીએલ ગ્રુપ દ્વારા અંકલેશ્વર ખાતે ઓક્સિજન પ્લાન્ટ નાખવાની જાહેરાત કરી હતી જેના ભાગ રૂપે અંકલેશ્વર ખાતે કોરોનાની સારવાર કરી રહેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે યુપીએલ કંપની દ્વારા હોસ્પિટલમાં જ ઓક્સિજન ઉત્પાદન થાય તેવા પ્લાન્ટનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યુ છે.
આ પ્લાન્ટ સ્થપાયા બાદ પ્રતિ કલાક 12 થી 15 ક્યુબેક મિટર ઓક્સિજન ઉત્પાદન થશે.દિવસ ના 70 જેટલા ઓક્સિજન સિલિન્ડરનું ઉત્પાદન કરશે જે જોતા હોસ્પિટલ માં ઓક્સિજ કમી સર્જાય નહિ તેવા પ્રયાસના ભાગ રૂપે પ્લાન્ટનું કામ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે.