/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/24170737/tXapF2N8.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે આવેલ સિલ્વર સિટી સોસાયટીના 6 જેટલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં તરખાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે આવેલી સિલ્વર સિટી સોસાયટીના બંધ મકાનો ગત રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોનાં નિશાને ચઢ્યા હતા. જેમાં મકાનના આગળના દરવાજાના નકુચા તોડી તસ્કરોએ ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મકાનમાંથી ચીજવસ્તુઓનો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા, ત્યારે ચોરીના બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવી હતી. અંકલેશ્વર પંથકમાં છેલ્લા 4 દિવસમાં મકાનો તેમજ દુકાનોના તાળાં તૂટતાં તરખાટ મચી જવા પામ્યો છે, ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી છે.