-
અંકલેશ્વરમાં સ્થાનિકો પરેશાન
-
બાપુનગરમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન
-
ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો
-
વારંવાર રજુઆત છતા પરિણામ શૂન્ય
-
સમસ્યાના નિરાકરણની માંગ
અંકલેશ્વર: બાપુનગરમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો પરેશાન, સમસ્યાના નિરાકરણની માંગ
અંકલેશ્વરના બાપુનગર વિસ્તારમાં ઉભરાતી ગટર અને ગંદકીના સામ્રાજ્યના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયું છે ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે : ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વરના બાપુનગર વિસ્તારમાં ઉભરાતી ગટર અને ગંદકીના સામ્રાજ્યના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયું છે ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે
અંકલેશ્વરમાં એક તરફ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે દરેક વોર્ડમાં રૂપિયા 40-40 લાખના ખર્ચે વિકાસના કામો થઈ રહ્યા છે તો બીજી તરફ અંકલેશ્વરમાં ONGC બ્રીજ નીચે આવેલ બાપુનગર વિસ્તારના રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.આ વિસ્તારમાં ઉભરાતી ગટર અને ગંદકીના કારણે સ્થાનિકો પરેશાન છે.ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો ગંદકીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ અંગે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય છે ત્યારે વહેલી તકે સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે
