ભરૂચના ઝાડેશ્વર રોડ આવેલ અતિથિ બંગલોઝ ખાતે રહેતા ચિંતનસિંહ ભગવતસિંહ રાઠોડ લ્યુપીન કંપનીમાં હેડ એડમિનિસ્ટ્રશન તરીકે ફરજ બજાવે છે.

જેઓની કંપની દ્વારા લોક કલ્યાણ માટે લ્યુપીન હ્યુમન વેલ્ફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થા સ્થાપવામાં આવી છે.જે માટે અશ્વિનકુમાર રાધાકૃષ્ણ જોશીને વહીવટ સોંપ્યો હતો પરંતુ તેઓ ગેરરીતિ આચરતા હોવાની જાણ થતાં તેઓને છુટા કરવામાં આવ્યા હતા.જે બાદ તેઓએ સંસ્થાની જાણ બહાર અલગ અલગ સ્થળોએથી રૂપિયા 8.50 લાખની વસ્તુઓ ખરીદી કરી સંસ્થા સાથે છેતરપીંડી કરી હતી.જે અંગે કંપનીના હેડ એડમિનિસ્ટ્રશને પોલીસ ફરિયાદ નોંધાવી છે.ત્યારે પોલીસે આરોપી અશ્વિન જોશીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.