અંકલેશ્વર: MSME ઉદ્યોગને પ્રોત્સાહન આપવા આયોજિત ગુણવત્તા યાત્રાનું સ્વાગત કરાયું, યાત્રા રાજ્યના 33 જિલ્લાઓમાં ફરશે
અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પધારેલા ગુણવત્તા યાત્રાના રથને અંકલેશ્વર ઈન્ડ્રસ્ટીઝ એશોએશિયેશના પ્રમુખ હેમંત સેલડીયા અને અન્ય મહાનુભાવોએ રથને લીલી ઝંડી આપી હતી. ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પધારેલા ગુણવત્તા યાત્રાના રથને અંકલેશ્વર ઈન્ડ્રસ્ટીઝ એશોએશિયેશના પ્રમુખ હેમંત સેલડીયા અને અન્ય મહાનુભાવોએ રથને લીલી ઝંડી આપી હતી.આ રથ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ભ્રમણ કરી ઔદ્યોગિક વિકાસ માટે શિક્ષણ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રમાં કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા સ્થાપિત ગુણવત્તાયુકત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓ અંગે, ગુણવત્તાયુકત ઉત્કૃષ્ટતા ચલાવવા માટે ક્યુસીઆઈ દ્વારા ઝેડઈડી અને લીન પ્રમાણ પત્રો અંગે, પર્યાવરણના નિયમો અને પડકારો સહિત વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડશે.
ભરૂચ સહિત સુરત, વડોદરા, સિદ્ધપુર વિદ્યાનગર, ગાંધીનગર વગેરે જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સહિત અન્ય ૨૦ જિલ્લાઓ સુધી પહોંચશે અને ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબધ્ધાને વધુ મજબૂત બનાવશે.આ પ્રંસગે જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વડા એચ.એ.જાડેજા, પર્યાવરણ ઈજનેર, GPCB, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
