ભરૂચમાં યોજાતા મેઘરાજાના ભાતીગળ મેળામાં સ્ટોલની ફાળવણી માટે આજરોજ સીટી સર્વે વિભાગ દ્વારા નગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ભરૂચ શહેરમાં વર્ષથી મેઘરાજાનો મેળો ભરાય છે જેમાં ઠેર ઠેરથી જનમેદની ઉમટે છે.જેના કારણે ખાણીપીણી સહિતની અન્ય નાની મોટી દુકાનો પણ ખોલવામાં આવે છે.દર વર્ષે સીટી સર્વે વિભાગ દ્વારા દુકાનો માટે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે.જેમાં સૌથી વધારે બોલી લગાવનાર વ્યક્તિને દુકાન ફાળવવામાં આવે છે.આ તમામ દુકાનો સોનેરી મહેલથી પાંચબત્તી વિસ્તારમાં ફાળવવામાં આવે છે ત્યારે  નગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ એ.એસ.સૈયદની અધ્યક્ષતામાં હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દુકાનદારો ઉપસ્થિત રહીને ઊંચી બોલી લગાવી પસંદગીની દુકાન મેળવી હતી.