અંકલેશ્વર: કોરોનાનું સંક્રમણ અટકાવવા આજથી મીની લોકડાઉનનો અમલ શરૂ

New Update
અંકલેશ્વર: કોરોનાનું સંક્રમણ અટકાવવા આજથી મીની લોકડાઉનનો અમલ શરૂ

કોરોના સંક્રમણ ને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ અને મીની લોકડાઉનની સમય અવધિ વધારવામાં આવી છે આ વખતે અંકલેશ્વરનો પણ સમાવેશ કરાયો છે ત્યારે આજથી લોકડાઉનની અમલવારી શરૂ થઈ ગઈ છે.

publive-image

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારી ડામવા માટે રાજ્યના અનેક શહેરોમાં રાત્રી કર્ફ્યુમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક શહેરોમાં નિયંત્રણો પણ મુકવામાં આવ્યા છે. અગાઉ ભરૂચ શહેરમાં મીની લોકડાઉન હતું જ અને તારીખ 12 મે સુધી લંબાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નવા જાહેર કરાયેલા જાહેરનામામાં અંકલેશ્વરનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે. અંકલેશ્વર ખાતે પણ તારીખ 12 મે સુધી મિનિ લોકડાઉન તેમજ રાત્રી કર્ફ્યુ લાગુ પડશે અંકલેશ્વર શહેર તેમજ નોટિફાઇડ એરોયાની દુકાનો બંધ રાખવાની રહેશે.

અંકલેશ્વરમાં માત્ર જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહી શકશે. આજથી આ મિનિ લોકડાઉનનો કડક અમલ શરૂ થયો છે. અંકલેશ્વરની સાથે સાથે અડીને આવેલ ગામડાઓ ભડકોદરા, કાપોદ્રા, કોસમડી. ગડખોલ તથા અંદાડા ને પણ સમાવી લેવામાં આવ્યા છે. આ તમામ વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવાની રહેશે અને આજથી તેની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.

Latest Stories