અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાજસભ્ય ઈશ્વરસિંહ પટેલના ગામમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વર તેમજ હાંસોટ તાલુકાનાં યુવાનોમાં ખેલકૂદ પ્રત્યે રુચિ વધે એ હેતુથી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ગામ કૂડાદરામાં પ્રતિવર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ ઈશ્વરસિંહ પટેલ પ્રીમીયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસની 182 ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાયનલમેચ ગત રોજ રમાડવામાં આવી હતી જેમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ મેચનો પ્રારંભ દીપપ્રાગટય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ અનિલ પટેલ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. એશિયાડ નગર ઇલેવન અને આંબોલી ઇલેવન વચ્ચે રમાયેલ ફાઇનલ મેચમાં એશિયાડ નગર ઇલેવનનો વિજય થયો હતો. વિજેતાઓને આમંત્રિતોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170