અંકલેશ્વર : મોતાલી પાટિયા નજીક મહિલાની સોનાની ચેઇન તફડાવી ભાગતા 2 ગઠિયાઓ ઝડપાયા, અન્ય 2 ગઠિયા ફરાર

New Update
અંકલેશ્વર : મોતાલી પાટિયા નજીક મહિલાની સોનાની ચેઇન તફડાવી ભાગતા 2 ગઠિયાઓ ઝડપાયા, અન્ય 2 ગઠિયા ફરાર

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે પર મોતાલી પાટિયા નજીક ચાના ગલ્લા પરથી મહિલાની સોનાની ચેઇન તફડાવી ભાગી રહેલ 2 ગઠિયાઓને લોકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામની નવી નગરી ખાતે રહેતા સીતા વસાવા નેશનલ હાઇવે પર સહયોગ હોટલ નજીક ચાનો ગલ્લો ધરાવે છે. જેઓ ચાના ગલ્લા પર હતા તે દરમ્યાન બાઇક પર આવેલા 4 ઇસમો પૈકી 2 ઇસમો ગલ્લા પર ગુટકા લેવા આવ્યા હતા. જેઓને ગુટકાની પડીકી આપવા જતી વેળા મહિલાના ગાળામાં રહેલ 45 હજારની સોનાની તોડી બન્ને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા.

જોકે મહિલાએ બૂમાબૂમ કરતાં અન્ય લોકોએ 2 ગઠિયાઓને ઝડપી પાડ્યા હતા. જેઓની પૂછપરછ કરતા તેઓ અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટીમાં રહેતા મોહિતકુમાર પાલ અને બિટ્ટુકુમાર રાજપૂત હોવાનું જણાવ્યુ હતું. સમગ્ર મામલે લોકોએ બન્ને ગઠિયાઓને અંકલેશ્વર શહેર પોલીસને હવાલે કર્યા હતા, જ્યારે ફરાર થયેલ અન્ય 2 ગઠિયાઓને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

Latest Stories