અંકલેશ્વરના સંજાલી ગામમાં વારંવાર ગેસ ગળતરના કારણે થતી પરેશાની બાબતે ગ્રામજનોની રજૂઆત સાંસદ મનસુખ વસાવાએ સાંભળી હતી
અંકલેશ્વરના પાનોલી એસેટમાં રસાયણિક ઉદ્યોગોને અન્યત્ર ઝોનમાં શિફ્ટ કરવા અથવા હવા ફેલાવતી કંપની સામે કડક કાર્યવાહી કરી માંગ સાથે ગ્રામજનો દ્વારા એક ગ્રામ સભા બોલાવી હતી જે ગ્રામસભામાં તમામ કાર્યક્રમ છોડીને સાંસદ મનસુખ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ડૉ નિતેન્દ્રસિંહ દેવધારા સહીત હોદ્દેદારો પહોંચ્યા હતા. જેમાં ગ્રામજનોની રજુઆત સાંભળી હતી. ખાસ કરીને સંજાલી ગામને અડીને આવેલા કેમિકલ ઉદ્યોગને લઇ લોકોના આરોગ્ય પર ખતરો ઉભો થઇ રહ્યો છે અને વારંવાર ગેસ ગળતર થઇ રહ્યું છે તેને સાંસદે ચિંતાજનક ગણાવ્યું હતું અને આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી
