/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/maxresdefault-167.jpg)
આલાપ સેન્ટર ફોર મ્યુઝીક આયોજીત આ કાર્યક્રમમાં ૮ વર્ષી માંડી ૫૦ વર્ષના ૩૩ જેટલા કલાકારોએ સંગીતની રસલ્હાણ પીરસી શ્રોતાઓને મંત્ર મુગ્ધ કર્યા.
અંકલેશ્વર ખાતે આવેલ એ.આઇ.એ હોલમાં “સાત સૂરોના રરનામે" કાર્યકેમનું આયોજન તા. ૨૮મીના રોજ કરવામાં આવ્યું હતું.
આલાપ સેન્ટર ફોર મ્યુઝીકના અતીત કાપડીયા દ્વારા આયોજીત આ કાર્યક્ર્મમાં ૮ વર્ષથી માંડી ૫૦ વર્ષીય વયના કુલ ૩૩ જેટલા કલાકારોએ પોતાના ગીતો દ્વારા સંગીતની રસલ્હાણ પીરસી ઉપસ્થીત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દિધા હતા. તેમના કંઠે ગવાયેલા ગુજરાતી તથા હિંન્દી ગીતોના જાદુએ શ્રોતાઓથી ખચોખચ ભરાયેલા સંગીત પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દેતા કાર્યક્ર્મના અંત સુદી કોઇ એ પણ પોતાની જગ્યા ના છોડી ગાયકોને તાળીઓથી વધાવ્યા હતા.
આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે લ્યુપીનના વાઇસ પ્રેસિડન્ટ ડૉ. ડી.એમ ગાંધી, ઝાયડસ કેડિલાના હેડ રાકેશ દવે, એ.આઇ.એ.ના પ્રમુખ મહેશ પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના શાસકપક્ષના નેતા જનક શાહ તથા કામદાર યુનિયનના નેતા ડી.સી. સોલંકી ખાસ ઉપસ્થીત રહ્યા હતા.કાર્યક્રમના સંચાલક રિધ્ધિમાએ કાપડીયાએ પોતાના શબ્દો દ્વારા ઉપસ્થીત શ્રોતાઓને અંત સુધી જક્ડી રાખ્યા હતા.
કાર્યક્રમના આયોજક અતીત કાપડીયાએ તેમની સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું કે આ કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતું સંગીતના અભ્યાસુ વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પુરૂ પાડવાનો તેમજ આપણી સંગીતની સંસ્કૃતિ જળવાઇ રહે તે માટેનો છે. આ કાર્યક્રમ માટે લ્યુપીન લિમિટેડ તથા અંકલેશ્વર જી.આઇ.ડીસી અને વિવિધ દાતઓએ સહાય પુરી પાડી તે બદલ તેમનો આભાર પણ માન્યો હતો.