/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/30161215/maxresdefault-255.jpg)
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકામાં વિવિધ સમિતિઓના ચેરમેન તથા તેના સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે.
ફેબ્રુઆરી મહિનામાં રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી યોજાઇ હતી. અંકલેશ્વર નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. નગરપાલિકામાં પ્રમુખ તરીકે વિનય વસાવાની વરણી કરવામાં આવી છે. પ્રમુખ, ઉપપ્રમુખ, શાસકપક્ષના નેતા બાદ હવે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. કારોબારી સમિતિના ચેરમેન તરીકે સંદિપ પટેલ, માધ્યમિક શાળા કમિટિના ચેરમેન તરીકે કિંજલ ચૌહાણ, ડીસ્પેન્સરી કમિટીના ચેરમેન તરીકે પુષ્પા મકવાણા, રીક્રિએશન કમિટીના ચેરમેન તરીકે અમીરઇલાહી મુલ્લા, હેલ્થ એન્ડ સેનીટેનશન કમિટીમાં ચેરમેન તરીકે વિશાલ ચૌહાણની નિયુકિત કરાય છે. અન્ય સમિતિની વાત કરવામાં આવે તો લાઇટ કમિટીમાં દક્ષાબેન વસાવા અને વોટર વર્કસ કમિટીમાં નિતિન વકીલને ચેરમેન બનાવવામાં આવ્યાં છે.