/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-119.jpg)
નર્મદા નદી ભયજનક સપાટીને વટાવી જતાં અંકલેશ્વર તાલુકાના નીચાણવાળા 5 જેટલા ગામોમાંથી 1,000થી વધારે લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે શુક્રવારે બપોરના સમયે નર્મદા નદીએ 24 ફૂટની ભયજનક સપાટી વટાવી દીધી હતી. ડેમમાંથી છોડવામાં આવી રહેલાં 6 લાખ કયુસેક પાણીના કારણે નર્મદા નદીના ડાઉનસ્ટ્રીમના નીચાણવાળા ગામો પાણીમાં ગરકાવ થઇ ગયાં છે. નર્મદા નદીના કિનારે આવેલા સરફુદીન, ખાલપીયા અને દીવા સહિતના ગામોમાંથી લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહયાં છે. બપોર સુધીમાં જુના દિવા તથા આસપાસના ગામોમાંથી 350 જેટલા લોકોને સલામત ખસેડી લેવાયાં હતાં. સાંજ સુધીમાં 1,000થી વધારે લોકોને સ્થળાંતરિત કરાશે. એસડીએમ રમેશ ભગોરા તથા અન્ય અધિકારીઓ વિવિધ ગામોની તથા આશ્રય સ્થાનોની મુલાકાત લઇ વ્યવસ્થાની ચકાસણી કરી રહયાં છે.