-
અંકલેશ્વરમાં આયોજન
-
જીઆઈડીસીમાં આયોજન કરાયુ
-
વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ
-
જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અપાય છે નોટબુક
-
22 વર્ષથી કરવામાં આવે છે સેવાકાર્ય
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં કાર્યરત નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 22 વર્ષથી સતત સમાજસેવાનું અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે. મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુક અને ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવા કાર્ય અંતર્ગત ગરીબ તથા અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક સહાયરૂપ બને તે હેતુથી મફતમાં નોટબુક અને ડાયરા આપવામાં આવ્યા હતા. ઉપરાંત સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે શિક્ષણને પ્રોત્સાહન મળે અને કોઈપણ બાળક અભ્યાસથી વંચિત ન રહે તે હેતુથી આ સેવા છેલ્લા બે દાયકાથી વધુ સમયથી સતત કરવામાં આવી રહી છે.આ પ્રસંગે નવદુર્ગા મિત્ર મંડળના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
