અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ નવજીવન હોટલ પાછળના આર.કે.ટ્રેડર્સ પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો સાથે એક ઈસમને ઝડપી પાડી કુલ ૩.૭૭ લાખથી વધુનો મુદ્દામાલ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર : ને.હા. પર આર.કે.ટ્રેડર્સ પાસેથી ચોરીના ભંગાર સાથે એક ઈસમ ઝડપાયો,લાખોનો મુદ્દામાલ જપ્તભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ નવજીવન હોટલ પાછળના આર.કે.ટ્રેડર્સ પાસે શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો ઉભેલ છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી લોખંડની પાઈપ અને પતરા તેમજ ટેમ્પો મળી કુલ ૩.૭૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે મૂળ યુપીના અને હાલ નોબલ માર્કેટમાં ઋષિવંશ ટીલકધારી યાદવ અને એહમદ અબ્દુલ ગુલફાર વકીલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.