અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઇ.પી.જી.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વર્ષ-2022માં અંકલેશ્વર જુના એસટી ડેપોની બાજુમાંથી 15 વર્ષીય સગીરાને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી પ્રદીપ રામ મિલન પાંડે ભાગી અલગ અલગ સ્થળે નાસ્તો ફરતો હોઈ હાલ તે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને અપહરણ અને પોકસો એકટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર:એ ડિવિઝન પોલીસે છેલ્લા ચાર વર્ષથી અપહરણ અને પોકસોના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ
